top of page
Group pic.heic

 ઓળખાણ 

​

આપણાં સમાજ ના દરેક કુટુંબ ને એક અનુકૂળ જીવન ઘડવાની તક મળે તે માટે હું રાજ્ય પ્રતિનિધિ ની ચૂંટણી માં લડી રહ્યો છું. 

 

​

લોઅર બક્સ કાઉન્ટીના કાયમી નિવાસી, પતિ, ત્રણ બાળકોના પિતા અને બેનસાલેમ કાઉન્સિલમેન તરીકે, મેં મારું જીવન પડોશીઓની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં અને જે સમાજ એ મને ઉછર્યો તેનું રક્ષણ કરવામાં વિતાવ્યું છે.

  બ્રાયન વિશે 

​

બેનસેલમમાં મધ્યમ-વર્ગીય (શ્રમજીવી) પરિવારમાં ઉછરેલા બ્રાયન ને નાનપણમાં જ એ વાતનો અનુભવ થયો હતો કે કોઈ પરિવાર માટે સંજોગો કેટલા ઝડપથી બદલાઈ શકે છે. તેમના પિતા સ્થાનિક ફેક્ટરીમાં મશીનિસ્ટ હતા અને તેમની માતા નોકરી કરવાની સાથે સાથે રાત્રિના સમયે નર્સિંગનો અભ્યાસ પણ કરતી હતી. ઘણા લોકોની જેમ, તેમના પરિવારે પણ નોકરી છૂટી ગયા બાદ 'સ્નેપ' (SNAP) લાભો પર નિર્ભર રહેવું પડ્યું હતું. કામદાર પરિવારો પ્રત્યે બ્રાયનની પ્રતિબદ્ધતા ખૂબ જ અંગત છે.

​

​

બ્રાયન માત્ર ચૂંટણીના સમયે જ પ્રકટ થતા નથી.  તેઓ દશકો/દાયકાઓ થી તેમના સમાજ માટે કામ કરી રહ્યા છે. બેનસેલમ ટાઉનશિપ કાઉન્સિલમાં બે વાર ચૂંટાયેલા બ્રાયને વાસ્તવિક પરિણામો લાવવા અને સત્તામાં જકડાઈ બેઠેલા જૂના સ્વ-હિતોને પડકારવા બદલ પોતાની આગવી ઓળખાણ બનાવી છે. રાજ્ય પ્રતિનિધિ ​​ટીના ડેવિસના મુખ્ય સચિવ (ચિફ ઓફ સ્ટાફ) તરીકે, બ્રાયને  'લોઅર બક્સ' (Lower Bucks) વિસ્તારના પરિવારોની વિકટ સમસ્યાઓ ઉકેલવા માટે એક દાયકા/દશક થી વધુ સમય કામ કર્યું છે.

 

​

લોઅર બક્સ કાઉન્ટી ના રહેવાસીઓ બ્રાયન જેવા પ્રતિનિધિ ના હકધાર છે, જે સમય ના બગાડતાં પહલા દિવસથી જ કામ પર લાગી જાય. 

Bryan Allen Fall Headshot.jpg
Anand_Bhavin Selfie.jpg

 પ્રાથમિક્તાઓ 

આવક/પગાર કરતાં આરોગ્ય સારવાર નો ખર્ચો વધી રહ્યો છે, અને તે કારણે પેન્સિલ્વેનિયા ના અનેક કુટુંબો ને સારવાર અને ઈન્શ્યોરન્સ ના ખર્ચાઓ અને દરરોજ ની જરૂરિયાત ના ખર્ચાઓ વચ્ચે નિર્ણય લેવા મજબૂર થવું પડે છે. 

​

સમાજ સેવક તરીકે બ્રાયને મેડિકેઅર અને મેડિકેડ ના ઘટાડાઓ નો સામનો કરવા લોકો ની મદદ કરી હતી, જેથી કરીને તેઓ સમજી શકે છે કે અણધાર્યા મેડિકલ/આરોગ્ય સારવાર નો ખર્ચો ઘણા માટે વિનાશક થઈ શકે છે. 

​

  • ઉત્તમ ગુણવત્તા વાળી સ્થાનિક આરોગ્ય સેવા મેળવવી તેનું મહત્વ 

  • પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ ની સુલભતા અને વ્યક્તિગત તબીબી સારવાર ની સ્વતંત્રતા નું રક્ષણ 

  • ઇન્સ્યોરન્સ કંપનીઓ ની રીતો જે થી ખર્ચા માં વૃધ્ધિ અથવા જરૂરી સારવાર ના ઇન્કાર વિરુદ્ધ લડત  

  • મેડિકેઅર મળતું રહે તે જાળવી રાખવું 

 પ્રાથમિક્તાઓ 

​

 

​

કુટુંબો, સમાજ અને પેન્સિલ્વેનિયા ના ભવિષ્ય માટે ઉત્તમ શાળાઓ નું હોવું ત્રણ નિશાળે જતાં બાળકો ના પિતા તરીકે બ્રાયન સમજી શકે છે. ઘણા લાંબા સમય સુધી હેરિસબર્ગ જાહેર શિક્ષણ માટે પૂર્ણ ભંડોળ આપવામાં નિષ્ફળ રહ્યું છે, જેને કરીને સ્થાનિક ઘરમાલિકો ને વધતાં મિલકત કર (પ્રોપર્ટી ટૅક્સ) મારફતે તે તફાવત ની ભરપાઈ કરવી પડે છે. બ્રાયન આપની સ્થાનિક શાળાઓ ને શિક્ષણ માટે વધુ ભંડોળ મેળવવા લડશે જેને કારણે આપણાં કામ કરતાં પરિવારો અને વડીલ નાગરિકો પરનો આર્થિક બહાર હળવો થાય. 

​

 

  • સાર્વજનિક શાળાઓ ને પૂર્ણ ભંડોળ મેળવવું 

  • શિક્ષકો તથા શાળા કર્મચારીઓ ને સારો પગાર,  ભરતી સમયે પ્રોત્સાહનો, શિક્ષણ લોન માફી અને તેઓને જાળવી રાખવા ના કાર્યક્રમો ને સમર્થન 

  • વિદ્યાર્થીઓ ને સારી આવક વાળી નોકરીઓ અને કુશળ વ્યવસાયો મળી શકે તે માટે કારકિર્દી અને તકનીકી શિક્ષણ નો વિસ્તાર કરવો 

  • ચાર્ટર શાળાઓ ને મળતા ભંડોળ વિતરણ માં સુધારો જેને કારણે કરદાતાઓ એ આપેલી રકમ ન્યાયી અને પારદર્શક રીતે વિદ્યાર્થીઓ વાપરે એજ સેવાઓ માટે વપરાય 

BAPS Bryan Group Pic.HEIC
BAPs Aarti Prayer Ceremony .jpeg

 પ્રાથમિક્તાઓ 

​

​પેન્સિલ્વેનિયા માં ઘણા કુટુંબો ને વધતાં ઉર્જા (એનરજી) અને ઉપયોગિતા (યુટીલીટી) ના બિલો અને જનજીવન ના ખર્ચાઓ નીચે ડૂબી રહ્યા નો ભાસ થઈ રહ્યો છે. બ્રાયન ઍલન નું એવું માનવું છે કે કોર્પોરેટ ઉપયોગિતા (યુટિલિટી) કંપનીઓ અને જૂની, જર્જર પધ્ધતિઓ (સીસ્ટમો) ને કારણે વધતી કિંમતો નો ભાર મકાન માલિકો, ભાડૂઆતો અથવા નાના ધંધાઓએ નહીં ભોગવવો જોઈએ.  

​

​

  • પેન્સિલ્વેનિયા ની ઉર્જા અર્થતંત્ર ને આધુનિક બનાવવા સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા ની સારી પગાર આપતી નોકરીઓ માં આર્થિક રોકાણ ​

  • વિદ્યુત ગ્રીડ માં સુધારો જે કારણે તે ભરોસાપાત્ર બને અને ગ્રાહકો ને દીર્ઘ-કાળ ના ખર્ચા માં રાહત મળે 

  • ​ઉર્જા કાર્યક્ષમતા કાર્યક્રમો માં વધારો જે માસિક બિલો માં કાયમ માટે ઘટાડો કરે 

  • સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી નું રક્ષણ 

 પ્રાથમિક્તાઓ 

​

પેન્સિલ્વેનિયા માં પૂર્ણ-સમય (ફૂલ ટાઈમ) કામ કરતી કોઈ પણ વ્યક્તિ ને ગરીબી માં ના જીવવું જોઈએ. તો પણ આ રાજ્ય નું ન્યૂનતમ વેતન $૭.૨૫ પ્રતિ કલાક ના દરે અટકેલું છે - જે આજ ના અર્થતંત્ર માં ભાડું, કરિયાણું, પરિવહન ખર્ચો અને જીવન જરૂરીયાતો માટે તદ્દન અપૂરતું છે 

​

  • પેન્સિલ્વેનિયા ના ન્યૂનતમ વેતન ને $૧૫ પ્રતિ કલાક ના લેખે સાવકાશ વધારવું જેથી નાના ધંધાઓ ને અનુકૂળ થવા સમય મળે અને કર્મચારીઓ પણ પોતાની આવક માં વૃધ્ધિ જોઈ શકે ​

  • પગારો ને સમય પ્રમાણે ફુગાવા (ઇનફલેશન) સાથે જોડવું, જેથી કામ કરનારાઓ જીવન જરૂરિયાત ના ખર્ચાઓ ને પૂરા પાડવા માં પાછળ ના રહી જાય 

  • નાના વ્યવસાયો નું રક્ષણ, સાથે પરિવર્તન ના સમય દરમ્યાન લક્ષિત મદદ અને કર રાહત મેળવવી જેથી તેઓ વ્યવસાય કરી શકે અને સમૃદ્ધ થાય 

Walkathon .jpg
BryanGH26_136338_edited_edited_edited.jpg

​

મતદાર પ્રેરણા પ્રચાર અભિયાન (‘ગેટ આઉટ ધ વોટ’ ) અને બક્સ કાઉન્ટી માં બ્રાયન ઍલન માટે ઘરે-ઘરે પ્રચાર અભિયાન (HD18/એચડી ૧૮ )

​​

​

આ ચૂંટણી ની લડત જીતવા આપણાં પાડોશીઓ સાથે તેમને લાગતાં-વળગતા મહત્વ ના મુદ્દાઓ વિશે પ્રત્યક્ષ માં વાતચીત કરવી આ એક અસરકારક માર્ગ છે. ચાલો અમારી સાથે ઘર-ઘર જઈ બ્રાયન નો શ્રમજીવી લોકો ના હક્ક માટે ની લડત નો યશસ્વી ઇતિહાસ સહુને જણાવીએ. 

​​

ભલે તમો નવા અથવા અનુભવી પ્રચારક હો, અમે આપને પ્રચાર પર જતાં પહેલા સર્વ ટ્રેનિંગ/માર્ગદર્શન અને સામગ્રી આપીશું. તમે અમારી સાથે જોડાવા થી અમને બહુજ આનંદ થશે. 

​

આપણે સાથે મળી નવેમ્બર માં આ ચુંટણી જીતવા જરૂરી ગતિ ઉત્પન્ન કરીશું. ચાલો આ બેઠક ને આપણી તરફ તબદીલ કર દઈએ! 
 

bottom of page